Showing posts with label Gujarat. Show all posts
Showing posts with label Gujarat. Show all posts

Friday, March 25, 2016

Friday Read : કોઈ સજ્જન માણસ પણ છે

એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન
બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે
નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે
અને બહેન પાછળ છે
થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં
રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે
ભાઈ નજીક આવી ને પૂછે છે
"કેમ તારે કાંઇ લેવુ છે ?"

બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું
ભાઈ એ બહેન ની આંગળી પકડી
અને એક વડીલ ની અદા થી
બહેન ને એ ઢીંગલી હાથ મા આપી
બહેન ખુબ જ ખુશ થઇ
કાઉન્ટર પર બેઠેલો વેપારી
આ ભાઈ બહેન ને બહાર થી જોતા હતા
અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતા હતા
કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો
'આ ઢીંગલી નુ શું છે ?'

"જીવતર ને ઘોળીને પી ગયેલા" એ વેપારી એ કહ્યું
'તમારી પાસે શું છે ?'
બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મુક્યા
પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી
અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા
બાળકે કહ્યું 'કેમ ઓછા છે ?'
વેપારી કહે 'ના આમાંથી તો વધશે'

વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં પણ
એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું
'આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી ?'
વેપારી એ કહ્યું
 
'ભાઈ, આપણે મન આ છીપલા છે
એને મન તો એની સંપતિ છે અને અત્યારે એને ભલે ના સમજાય
પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશ નેે
કે છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા ત્યાંરે એ મને યાદ કરશે
અને એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે.

- A WhatsApp forward, to remember.

Friday, November 13, 2015

Happy Diwali & Vikram Samvat 2072

 

So, the festival has gone as suddenly as it had arrived. Your colorful diyas now protectively hold tiny pools of melted wax and ash. Your rangolis are still radiant, albeit slightly disheveled.

As you walk on the streets this morning, you catch sight of last night's celebrations all around, and you probably see or hear yourself and your loved ones laughing, in that very spot that someone cracked a joke yesterday. Friends and extended family have now gone back home, making promises to meet again soon. 

The sweets and savories have now been stored away, and will be served at tea-time, as mementos of Diwali. The clothes and jewellery that you chose with great care, that made their grand appearance yesterday, have been put away for the next big occasion.

As all the festivities slowly recede into the distance, I ask you for a promise... that in your heart, you will let the lights remain. That in spirit, and in being, your celebrations will continue... that you will attempt to meet your loved ones a little more often and that the laughter that came in abundance yesterday, will make an appearance everyday.

Here's wishing you all a happy festive spirit, all year round.

Lots of love and laughter,
Hardik

- Received this message at start of last year (Vikarm Samvat 2071) and scheduling this post for the next year, as I firmly believe in this message.  To all my friends & family members... Happy Vikram Samvat 2072.

Thursday, June 18, 2015

'Just one year back' is now a decade old lines :-(

10 years ago, I shared this email with my college friends and lot of people had their eyes filled with tears... I am sure, today also they will have same effect. 

Disclaimer: It's not my writing and being almost 11 years old script, have no one to give credit too.

green campus

Just one year back, we were breaking our heads to finish our projects by hook or crook.

Just one year back we were feeling bad about leaving college.

Just one year back we were regretting the dismal state of our love lives.

Just one year back most of us didn't know where we were headed.

Just one year back we hardly had any major responsibilities.

Just one year back we were justifying our selection of electives.

Just one year back, we almost lost the ability to read engineering text books. Thankfully for the exams, we got it back.

Just one year back we wanted to spend more time in college than go out bowling, or to a movie or etc.

Just one year back we wanted to go through the college routine one-last-perfect-time.

Just one year back we wanted to curse the appropriate people one last time.

Just one year back I didn't even know I would be doing this...

The most remembered place on Campus
Missing that corridor of life,
that I haven't visited for more then a decade now...

Thursday, January 1, 2015

એને નવું વર્ષ કહેવાય !!! - Welcome 2015


મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય…

હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય…

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય…

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ
વ્હાલ નીતરતા શ્વાસમાં ઘૂંટશું ઈશ્વરનો અહેસાસ
ટૂંકમાં, તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઊજવાય
એને નવું વર્ષ કહેવાય…

- from unknown author
(found this wonderful lines as WhatsApp forward)
 

Monday, October 7, 2013

કર...


અંતની પરવા ન કર શરૂઆત કર
હોય એ કડવી ભલે ને,વાત કર !

ખૂબ મીઠું દર્દ ઝણઝણશે ફરી
આ હ્રદય પર તું ફરી આઘાત કર!!

એ અજાણી કોઈને લાગે નહીં
વેદનાને એટલી પ્રખ્યાત કર!

આ નગરના લોક સૌ દિલદાર છે
ખોલ દીલ તારું તું દીલની વાત। કર!

દિલ હશે તો દિલનું સાંભળશે જરૂર
જેમ ફાવે તેમ તું રજૂઆત કર.

તું જરા તારા ઉપર પણ ધ્યાન દે
કોણે કીધું પારકી પંચાત કર?

જેટલી નાની પડે દુનિયા તને
એટલી મોટી તું તારી જાત કર!

આ ક્ષણો માં કેટલી કડવાશ છે?
કોઈ વીતેલી ક્ષણો ની વાત કર...

ભાગ્યમાં છૅાને અમાસો હો છતાં એને
તું દીપાવલીની રાત કર...
~Rishabh Mehta  

હૃદયમાં છાપ છોડી જતી રચનામાની આ એક રચના


Credit to Original Uploader : Gazals (Post link



Wednesday, June 12, 2013

ઈશ્વર માટેની લોક-ઘેલછા !!!

Amrut Ghayal
Wonderful Gujarati Quote
 
ચડી આવે કદી ભૂખ્યો કોઈ હાંકી કાઢે છે,
નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે

કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે,
અહીં માનવને મારી લોક ઈશ્વર જીવાડે છે

- અમૃત ઘાયલ 


- Read this in one of the book, can't resist to post it here. 
 

Saturday, June 1, 2013

Wonderful Lines - આપ !!!

facebook


મારી લાગણીને એક નવી રજૂઆત આપ,
ને મન ભરીને માણવાની પરવાનગી આપ.
 
ઉમંગોને ભરી ખોબે મને હળવેથી લે પાસ,
ઉરમાં ઉઠેલા નવા સ્પંદનોની હેલી તું આપ.

- કવિયત્રી બીજલ ત્રિવેદી (વિષ્ણુપ્રિયા)
  
હૃદયમાં છાપ છોડી જતી રચનામાની આ એક રચના
 
 
Credit: Original Post Link
 
 

Friday, May 24, 2013

એક જ ફાયદો !!!

Village Road
છે ભૂલા પાડવાનો એક જ ફાયદો,
કેટલા રસ્તા પરિચિત થાય છે... 
- અમિત વ્યાસ 
હૃદયમાં છાપ છોડી જતી રચનામાની આ એક રચના 
 

Monday, April 15, 2013

નહતી ખબર કે


ક્યાં ખબર હતી કે તમને એક નજર જોઇને પ્રેમ થઇ જશે,
બે નજર મળશે ફક્ત, પણ બંનેના હ્રિદય એક થઇ જશે
...

નહતી ખબર
કે એમાં સંબંધોની ભુલભુલામણી ઓળંગવી પડશે ,
લાગ્યું કે ફક્ત એકબીજાના હેતથી બાંધેલો સંગાથ જ પૂર્ણ
નીવડશે...
 
નહતી ખબર કે આપણા સમીપના પ્રીત પર કિસ્મતની કરામત ફરી વળશે,
બસ એટલી ખાતરી હતી કે આજીવન શ્વાસ મારા ફક્ત તારા જ નામની  પ્રીત ના રેહશે.

- એક કવિયત્રી 

હૃદયમાં છાપ છોડી જતી રચનામાની આ એક રચના
 

Friday, March 1, 2013

પાછો પડ્યો માનવી...

Gujarati Poem
માનવી...


અચૂક જીવનમાં કેટલા એવા અગણિત હિસાબો કરતો થઇ ગયો માનવી,
હ્રિદય ના ધબકારા તો ગણી ગયો, 
પણ શ્વાસનો હિસાબ લગાડતા કાચો પડ્યો માનવી ...
 
પ્રેમ પોતાનો નામચીન બનાવવા કેટલા એવા દેખાવ કરતો થઇ ગયો માનવી,
અઢી અક્ષર પ્રેમના જાહેર કરતા તો શીખી ગયો, 
પણ એની લાગણીને સમજતા પાછો પડ્યો માનવી !

 - એક કવિયત્રી 

હૃદયમાં છાપ છોડી જતી રચનામાની આ એક રચના
 

Saturday, April 28, 2012

પ્રચાર પુષ્પનો

હૃદયની આર-પાર છે.
સ્મરણ આ ધારદાર છે.

નહીં રૂઝાય ઘાવ આ,

અતીતનો પ્રહાર છે.

આ દેહ કાયમી નથી,
આ શ્વાસ પણ ઉધાર છે.

તમે કહો સુગંધ પણ,
એ પુષ્પનો પ્રચાર છે.

કદી જતાવતો નથી,
હા, પ્રેમ બેશુમાર છે.

-ભાર્ગવ ઠાકર.
(link to blog)
Photo Credit: Click Here


Saturday, April 21, 2012

વાત છે


કોઇ શમણું આંખમાં આવી ચડ્યાની વાત છે.
ને નયન વાટે પછી હૈયે વસ્યાની વાત છે.

વાત એ જાહેરમાં કહેતા જરા શરમાઉં છું,
કાનમાં મારા કશું એ ગણગણ્યા ની વાત છે.

કઇ રીતે હું વર્ણવું વર્ષો પછીનું આ મિલન!
એક બીજાના ખભે રોઇ પડ્યાની વાત છે.

ક્યાં હતું આયુષ્ય લાંબુ પ્રેમના સંબંધનું?
બે ઘડી આષ્લેશમાં સાથે શ્વસ્યાની વાત છે.

આંખનું છલકી જવું કેવળ સહજ ઘટના હતી.
મેં ઘણા વર્ષે ફરી એને સ્મર્યાની વાત છે.

એમ કંઇ એવી રીતે સર્જાય છે ઉત્તમ ગઝલ,
છીપ માંથી જાણે દરિયો નીકળ્યાની વાત છે.
-ભાર્ગવ ઠાકર. (link to blog)
 
 Picture Credit : Link 

Saturday, March 31, 2012

સ્મૃતિ - વિસ્મૃતિ



સમય વીત્યો છે ઘણો,
 પણ સ્મૃતિઓ ઝાંખી થઇ નથી, 
 
પાસાં બદલાયા છે જીવનના, 
પણ એ યાદો વિસરાઈ નથી,
 
રસ્તા ફંટાયા છે, 
પણ એ રાહદારી દોસ્તોનું અસ્તિત્વ અડગ છે,
 
અંતર ભલે આવી જાય આ દુનિયાદારી થકી,
પણ દોસ્તો સાથેનું ઋણાનુબંધ અસ્ખલિત છે.

હૃદયમાં છાપ છોડી જતી રચનામાની આ એક રચના
- an unnamed author, whose writing has great impact on my thoughts & life...


Tuesday, January 10, 2012

સમય નથી (a beautiful poem)!

Samay Nathi

- from collection of Hardik... (courtesy a message from Maharshi Thaker)

Tuesday, December 20, 2011

આ સુરજ નથી, છે સમયની શિખામણ, ઉગાડી શકું છું, ડુબાડી શકું છું.

સમય જાત માટે ના પામી શકું છું.
ખુલીને હવે ક્યાં વિચારી શકું છું.

પડે એક સળ ને બધું વ્યક્ત કરતો,
એ ચહેરો હવે ક્યાં હું વાચી શકું છું.

આ મારી ખુમારીનો નક્કર પુરાવો,
અરીસામાં ખુદને નિહાળી શકું છું.

અરે! આ પ્રણયમાં છે કેવી સ્થિતિ જ્યાં,
ન પામી શકું છું, ન આપી શકું છું.

આ સુરજ નથી, છે સમયની શિખામણ,
ઉગાડી શકું છું, ડુબાડી શકું છું.
-ભાર્ગવ ઠાકર. (link to blog)

Tuesday, November 15, 2011

Wallpaper : Missing Gujarat


This was the wallpaper I created way back in 2007 when I was missing Gujarat as I was in Mumbai.  Today its even more applicable to be my desktop wallpaper as now in Bangalore, I miss it more than ever.


Thursday, September 22, 2011

ચાંદની ને ચાહનારા તો હજારો હોય છે, સ્પર્શવાનો ચાંદને કેવળ ઈજારો હોય છે.

ચાંદની ને ચાહનારા તો હજારો હોય છે,
સ્પર્શવાનો ચાંદને કેવળ ઈજારો હોય છે.

હોય તૃષ્ણાનો વિષય તો કોઈ ચાતક ને પૂછો,
એક ટીપાંનો એ કેવો ઠગઠગારો હોય છે.

આ જગતમાં દુશ્મની મળશે નહીં સહેલાઇથી,
પ્રેમની તો હરતરફ ખુલ્લી બજારો હોય છે.

એજ સાબિતી મળે છે શ્વાસ ને ઉછ્સ્વાસથી,
લઇ બધું લે છે પરત જે આપનારો હોય છે.

છે નદી, ઢળતો સુરજ, ઠંડી હવા પણ તું નથી,
એકદમ નિષ્પ્રાણ એ આખો નઝારો હોય છે.

આ 'હૃદય' નામે મહેલ જેવી અમે રાખી જગા,
દોસ્તો માટે સતત જ્યાં આવકારો હોય છે.

સાંભળીને લોરીઓ જ્યાં રાત પોઢી જાય છે,
ઝૂલણાથી જાગતી ત્યાંની સવારો હોય છે
- ભાર્ગવ ઠાકર

Monday, August 8, 2011

હવે બેસી નથી રહેવું

બધું મનમાં દબાવીને હવે બેસી નથી રહેવું.
ફરી ગરદન ઝુકાવીને હવે બેસી નથી રહેવું.

કરીછે જંગની શરુઆત એણે, અંત હું આપીશ,
ફકત બાંયો ચડાવીને હવે બેસી નથી રહેવું.
કલમ ઉંચકી શકુંછું તો સુદર્શન પણ ગ્રહી શક્શું,
બધા શસ્ત્રો સજાવીને હવે બેસી નથી રહેવું.

નથી ઉપદેશ દેવા, કર્મથી લોકોમાં પુજાશું,
અહીં ધુણી ધખવીને હવે બેસી નથી રહેવું.

કર્યોછે પ્રેમ તો જાહેરમાં એને સ્વિકારીશું,
તને મનમાં વસાવીને હવે બેસી નથી રહેવું.
-ભાર્ગવ ઠાકર
 

Tuesday, August 2, 2011

ક્યાં હવે...

 ક્યાં હવે પહેલાં સમું વાતાવરણ છે?
આપણી વચ્ચે અહમનું આવરણ છે.

પ્રેમમાં પડવું તો સહેલું હોય છે પણ,
ખુબ અઘરૂં પ્રેમ કેરું આચરણ છે.
રોજ સપનામાં તમે આવી મળો છો,
બંધ આંખે રોજનું આ જાગરણ છે.

માર્ગ ચોક્કસ લઈ જશે મંઝીલ તરફ પણ,
કઈ દિશામાં જઈ રહ્યા મારા ચરણ છે?

ભીંતરે છે સુખ છતાં કસ્તુરી માફક,
ચોતરફ એ શોધવા મથતા હરણ છે.
- ભાર્ગવ ઠાકર
 

Saturday, July 30, 2011

આપણે


આપણે બસ આપણે જ્યાં હોઇએ,
એ ક્ષણો સાક્ષાત બનતી જોઇએ.

જાહેરમાં હસતા રહીશું આપણે,
એક બીજાના ખભા પર રોઇએ.

રૂબરૂ મળવુ નથી જો શક્ય તો,
સ્વપ્નમાં તો રોજ મળવુ જોઇએ.

હક ઝઘડવાનો તને પુરો છતા,
પ્રેમની ક્ષણ એ રીતે ના ખોઇએ.

દૂર કિસ્મત પણ કરી ક્યાંથી શકે?
જો પરસ્પર દિલમાં વસતા હોઇએ!

( by ભાર્ગવ ઠાકર )

Related Posts Plugin for WordPress, Blogger...