ક્યાં ખબર હતી કે તમને એક નજર જોઇને પ્રેમ થઇ જશે,
બે નજર મળશે ફક્ત, પણ બંનેના હ્રિદય એક થઇ જશે...
બે નજર મળશે ફક્ત, પણ બંનેના હ્રિદય એક થઇ જશે...
નહતી ખબર કે એમાં સંબંધોની ભુલભુલામણી ઓળંગવી પડશે ,
લાગ્યું કે ફક્ત એકબીજાના હેતથી બાંધેલો સંગાથ જ પૂર્ણ નીવડશે...
નહતી ખબર કે આપણા સમીપના પ્રીત પર કિસ્મતની કરામત ફરી વળશે,
બસ એટલી ખાતરી હતી કે આજીવન શ્વાસ મારા ફક્ત તારા જ નામની પ્રીત ના રેહશે.
બસ એટલી ખાતરી હતી કે આજીવન શ્વાસ મારા ફક્ત તારા જ નામની પ્રીત ના રેહશે.
- એક કવિયત્રી
હૃદયમાં છાપ છોડી જતી રચનામાની આ એક રચના
હૃદયમાં છાપ છોડી જતી રચનામાની આ એક રચના