Tuesday, December 20, 2011

આ સુરજ નથી, છે સમયની શિખામણ, ઉગાડી શકું છું, ડુબાડી શકું છું.

સમય જાત માટે ના પામી શકું છું.
ખુલીને હવે ક્યાં વિચારી શકું છું.

પડે એક સળ ને બધું વ્યક્ત કરતો,
એ ચહેરો હવે ક્યાં હું વાચી શકું છું.

આ મારી ખુમારીનો નક્કર પુરાવો,
અરીસામાં ખુદને નિહાળી શકું છું.

અરે! આ પ્રણયમાં છે કેવી સ્થિતિ જ્યાં,
ન પામી શકું છું, ન આપી શકું છું.

આ સુરજ નથી, છે સમયની શિખામણ,
ઉગાડી શકું છું, ડુબાડી શકું છું.
-ભાર્ગવ ઠાકર. (link to blog)

Related Posts Plugin for WordPress, Blogger...