Saturday, March 31, 2012

સ્મૃતિ - વિસ્મૃતિ



સમય વીત્યો છે ઘણો,
 પણ સ્મૃતિઓ ઝાંખી થઇ નથી, 
 
પાસાં બદલાયા છે જીવનના, 
પણ એ યાદો વિસરાઈ નથી,
 
રસ્તા ફંટાયા છે, 
પણ એ રાહદારી દોસ્તોનું અસ્તિત્વ અડગ છે,
 
અંતર ભલે આવી જાય આ દુનિયાદારી થકી,
પણ દોસ્તો સાથેનું ઋણાનુબંધ અસ્ખલિત છે.

હૃદયમાં છાપ છોડી જતી રચનામાની આ એક રચના
- an unnamed author, whose writing has great impact on my thoughts & life...


Related Posts Plugin for WordPress, Blogger...