Monday, October 7, 2013

કર...


અંતની પરવા ન કર શરૂઆત કર
હોય એ કડવી ભલે ને,વાત કર !

ખૂબ મીઠું દર્દ ઝણઝણશે ફરી
આ હ્રદય પર તું ફરી આઘાત કર!!

એ અજાણી કોઈને લાગે નહીં
વેદનાને એટલી પ્રખ્યાત કર!

આ નગરના લોક સૌ દિલદાર છે
ખોલ દીલ તારું તું દીલની વાત। કર!

દિલ હશે તો દિલનું સાંભળશે જરૂર
જેમ ફાવે તેમ તું રજૂઆત કર.

તું જરા તારા ઉપર પણ ધ્યાન દે
કોણે કીધું પારકી પંચાત કર?

જેટલી નાની પડે દુનિયા તને
એટલી મોટી તું તારી જાત કર!

આ ક્ષણો માં કેટલી કડવાશ છે?
કોઈ વીતેલી ક્ષણો ની વાત કર...

ભાગ્યમાં છૅાને અમાસો હો છતાં એને
તું દીપાવલીની રાત કર...
~Rishabh Mehta  

હૃદયમાં છાપ છોડી જતી રચનામાની આ એક રચના


Credit to Original Uploader : Gazals (Post link



Related Posts Plugin for WordPress, Blogger...